મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત ATSનું પોરબંદરમાં ઓપરેશન,પાકિસ્તાની જાસૂસ ઝડપાયો

ગુજરાત ATSએ પોરબંદરમાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે. પાકિસ્તાન ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલા એક વ્યક્તિ

ગુજરાત ATSનું પોરબંદરમાં ઓપરેશન,પાકિસ્તાની જાસૂસ ઝડપાયો

ગુજરાત ATSએ પોરબંદરમાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે. પાકિસ્તાન ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો. ગુજરાત ATS 3.30 વાગ્યે પત્રકાર પરિષદ યોજીને મોટા ખુલાસા કરી શકે છે.

પાકિસ્તાની ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલા વ્યક્તિએ ભારતની કઇ કઇ માહિતી પાકિસ્તાનને પહોંચાડી છે તેની તપાસ એજન્સીઓ દ્વારા તપાસ કરાશે.

અમદાવાદમાં ઝડપાયા હતા ISIS સાથે જોડાયેલા આતંકીઓ

આ પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી ISIS સાથે સંકળાયેલા શ્રીલંકાના ચાર આતંકી ઝડપાયા હતા. આ ચાર આતંકી 14 દિવસના રિમાન્ડ પર છે. તપાસ એજન્સીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે જેમાં કેટલાક મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો