મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરાની 2000 કરોડની કિંમતની જમીન મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો

વડોદરાની અંદાજિત 2000 કરોડ રૂપિયાની કિંમતની જમીન મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વ

વડોદરાની 2000 કરોડની કિંમતની જમીન મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો

વડોદરાની અંદાજિત 2000 કરોડ રૂપિયાની કિંમતની જમીન મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. એક ફેક્ટરીને સરકાર તરફથી ટોકન ભાવે શરતોને આધીન મળેલી જમીનના હેતુફેરની માંગણીના મુદ્દે હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો છે.

ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે હાઇકોર્ટના સિંગલ જજના ચુકાદાને રદ્દ બાતલ ઠેરવતા નોંધ્યું કે સરકારને હેતુફેર કરવા અંગેની પરવાનગી નહીં આપવાના વજૂદ ભરેલા કારણો છે. જો જમીનનો હેતુફેર જોઈતો હોય તો જમીનની હાલની કિંમતના 50% રકમ અરજદારોએ સરકારમાં જમા કરાવવાની રહેશે તો સરકાર પર વાનગી આપી શકશે.

વડોદરામાં એક કંપનીને ફેક્ટરી સ્થાપિત કરવા માટે રાજ્ય સરકારે ટોકન દર  પર જમીનની ફાળવણી કરી હતી. જોકે આ જમીન પર બનેલી ફેક્ટરી, પ્લાન્ટ અને મશીનરી વેચી દેવાયા અને ત્યારબાદ સરકારની જાણ બહાર જ જમીનના વેચાણ માટેની કાર્યવાહી શરૂ કરી દેવાઈ અને સાથે જ જમીનનો હેતુ ઔધોગિકમાંથી બિન ખેતી કરવા માટે અરજી પણ કરાઈ હતી.

જોકે સરકારે મંજૂરી નહીં આપતા કંપનીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં હાઇકોર્ટના સિંગલ જજની બેન્ચે ઠરાવ્યું હતું કે રાજ્ય સરકારે પરવાનગી આપી દેવી  પડશે. આ નિર્ણય સામે રાજ્ય સરકારે અપીલ કરી હતી અને રજૂઆત કરી હતી કે કંપનીએ શરતોનો ભંગ કર્યો છે માટે પરવાનગી આપી શકાય નહીં અને પરવાનગી જોઈતી હોય તો જમીન ની કિંમતના 50% રકમ સરકારને જમા કરાવવી પડશે. રાજ્ય સરકારની રજૂઆતો ને હાઇકોર્ટની ખંડપઠે ગ્રાહ્ય રાખતા અપીલ મંજૂર કરી છે. આ હુકમની દૂરગામી અસર થશે.

આ સમાચાર શેર કરો