GST ચોરી સામે મોટી કાર્યવાહી, અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિત રાજ્યભરમાં 14 સ્થળોએ દરોડા
GSTની વ્યાપક કામગીરી અંગે સેન્ટ્રલ GST દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચ, COW અને SOGની ટીમો દ્વારા અમ

GSTની વ્યાપક કામગીરી અંગે સેન્ટ્રલ GST દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચ, COW અને SOGની ટીમો દ્વારા અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિત રાજ્યભરમાં 14 સ્થળોએ દરોડા અને તપાસ હાથ ધરવામાં આવી હતી.
પ્રથમ દૃષ્ટિએ, એવું જણાય છે કે દેશભરમાં 200થી વધુ છેતરપિંડીથી રચાયેલી કંપનીઓ/એકમો સામેલ છે, જેઓ છેતરપિંડીથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને અને પસાર કરીને સરકારી તિજોરીને નુકસાન કરવા માટે સંગઠિત રીતે કામ કરી રહી છે. આવી પેઢીઓ બનાવવા માટે નકલી ઓળખ અને દસ્તાવેજોનો ઉપયોગ છેતરપિંડી આચરીને કરવામાં આવ્યો છે.
એવું લાગે છે કે એક મોટું ગ્રુપ આવા બનાવટી બિલો, બનાવટી દસ્તાવેજો અને હકીકતો/દસ્તાવેજોની ખોટી રજૂઆત કરીને દેશને કરોડો રૂપિયાની આવકને નુકસાન પહોંચાડવા માટે ગુનાહિત કાવતરું ઘડી રહ્યું છે; જેની હાલ તપાસ ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
રાજ્યભરમાં આ સ્થળોએ દરોડા
1) ધૃવી એન્ટરપ્રાઈઝ, અમદાવાદ
2) અર્હમ સ્ટીલના પ્રો.- નિમેષ મહેન્દ્રકુમાર વોરા, હેતલબેન વોરા
3) ઓમ કંસ્ટ્રક્શન કંપનીના પ્રો.- સરવૈયા રાજેન્દ્રસિંહ, વનરાજસિંહ, બ્રિજરાજસિંહ અને હિત્વરાજસિંહ
4) શ્રી કનકેશ્વરી એન્ટરપ્રાઈઝના પ્રો.- કાળુભાઇ વાઘ, વિજય વાઘ, પ્રફુલભાઈ વાજા, મનન વાજા, જયેશભાઈ વાજા
5) રાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રો.રત્નદીપસિંહ ડોડીયા, જયેશકુમાર સુતરીયા, અરવિંદભાઈ સુતરીયા
6) હરેશ કંસ્ટ્રક્શન કંપનીના પ્રો.- નિલેશ ગોંડલીયા, નસીત ગોંડલીયા, જ્યોતિષભાઈ ગોંડલીયા, પ્રભાબેન ગોંડલીયા
7) ડી.એ. એન્ટરપ્રાઈઝના પ્રો.-લાંગા મનોજકુમાર, રામભાઈ, વિનુભાઈ, નટુભાઈ પટેલ
8) ઇથિરાજ કંસ્ટ્રક્શન પ્રા.લી.ના પ્રો.- નિલેશ ગોંડલીયા, નસીત ગોંડલીયા, જ્યોતિષભાઈ ગોંડલીયા, પ્રભાબેન ગોંડલીયા
9) બી.જે.ઓડેદરાના પ્રો.-ભગીરથ ભોજાભાઇ ઓડેદરા, કેશુભાઇ જેસાભાઇ ઓડેદરા, ભોજાભાઈ જેસાભાઈ ઓડેદરા, અભાભાઈ જેસાભાઇ ઓડેદરા
10) આર.એમ.દાસા ઇન્ફાસ્ટ્રકચર પ્રા.લી.ના પ્રો.-નાથાભાઇ મેરુભાઇ દાસા, રણમલભાઇ મેરુભાઇ દાસા
11) આર્યન એસોસીએટ્સના પ્રો.-અજય ભગવનાભાઇ બારડ, વિજયકુમાર કાળાભાઇ, બારડ રમેશ કાળાભાઈ બારડ
12) પૃથ્વી બિલ્ડર્સના પ્રો.- પરેશ પ્રદિપભાઇ દોઢીયા, પરેશ પ્રદિપભાઇ દોઢીયા








