મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર : સાયલામાં જૂથ અથડામણ, છ લોકો ઇજાગ્રસ્ત, ત્રણને ગંભીર ઈજાઓ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં જૂથ અથડામણની ઘટના ઘટી છે, જેમાં બે જૂથના 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થ

સુરેન્દ્રનગર : સાયલામાં જૂથ અથડામણ, છ લોકો ઇજાગ્રસ્ત, ત્રણને ગંભીર ઈજાઓ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં જૂથ અથડામણની ઘટના ઘટી છે, જેમાં બે જૂથના 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને સ્થિતિ કાબુમાં લીધી હતી. 

6 ઈજાગ્રસ્ત, 3ને ગંભીર ઈજાઓ

ઘટના અંગે મળતી માહિતી અનુસાર સાયલામાં જસાપર ચોકડી પાસે જૂથ અથડામણની ઘટના ઘટી હતી, જેમાં એક જ જ્ઞાતિના બે જૂથ સામસામે આવી ગયા હતા. જૂથ અથડામણની આ ઘટનામાં 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આ 6 ઇજાગ્રસ્તોમાંથી 3 લોકોને ગંભીર ઈજાઓ થતા તેમને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યાં છે. 

આ જૂથ અથડામણનું કારણ જાણવા મળ્યું નથી. હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાયલા પોલીસે ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો