મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર પાલિકાની ઘોર બેદરકારી: ઐતિહાસિક વઢવાણનું ધર્મતળાવ બન્યું ગંદા પાણીનું ખાબોચિયું

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના ક

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે વઢવાણનું ઐતિહાસિક 'ધર્મતળાવ' આજે દૂષિત અને ગંદા ડ્રેનેજના પાણીથી ઉભરાઈ ગયું છે. જે તળાવના કિનારે વઢવાણ સ્ટેટ દ્વારા ક્યારેક હવા ખાવા માટે ભવ્ય હવામહેલ બનાવાયો હતો, આજે એ જ તળાવમાં આખા વિસ્તારનું ગંદુ પાણી છોડીને તેને નર્ક જેવું બનાવી દેવાયું છે. નવાઈની વાત એ છે કે, તળાવના બ્યુટીફિકેશનના નામે તંત્રએ કરોડો રૂપિયા આંધ્યા પણ વાસ્તવિક સ્થિતિ વધુ બદતર બની છે. તળાવમાંથી આવતી અસહ્ય દુર્ગંધના કારણે આજુબાજુની ૧૦થી વધુ સોસાયટીઓના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને વિસ્તારમાં મોટો રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. નજીકમાં જ મામલતદાર કચેરી અને કોર્ટ આવેલી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, જેથી સ્થાનિકોએ તાત્કાલિક તળાવની સાફ-સફાઈ કરી દૂષિત પાણી દૂર કરવા ઉગ્ર માંગ કરી છે.

આ સમાચાર શેર કરો