મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: દેવગઢ બારીઆમાં ભવ્ય 21મા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન: વિસરતી જતી ગ્રામ્ય રમતોને પ્રોત્સાહન

સોર્સ: gstv

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆમાં વિજયાદશમીના પર્વે 21મા ગ્રામીણ ઓલિમ્પિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ઉપક્રમે યોજાયેલા આ મહોત્સવમાં સ્થાનિક ધારાસભ્ય બચુભાઈ ખાબડ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. આ ઓલિમ્પિકમાં ગુજરાતભરમાંથી આશરે 3 હજાર 180 જેટલા રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગ્રામ્ય વિસ્તારોની વિસરતી જતી પરંપરાગત રમતોને જીવંત રાખવાના હેતુથી તીરંદાજી, ગોફણ ફેંક, ગિલોલ, લાંબી દોડ, રસ્સાખેંચ, કબડ્ડી અને સાઇકલ પોલો જેવી અનેક સ્પર્ધાઓ યોજાઈ હતી. ખાસ કરીને કબડ્ડીની રમત અને યુવતીઓ સહિતના નાગરિકોની તીરંદાજીમાં ભાગીદારી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી. અંતરિયાળ વિસ્તારોના યુવા રમતવીરોને પોતાની પ્રતિભા બતાવવા માટે આ પ્લેટફોર્મ ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે.

આ સમાચાર શેર કરો