મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દેવગઢ બારિયા નગરપાલિકામાં વિવાદ: પૂર્વ મંત્રીના બંગલાની સફાઈમાં ફાયર ફાઈટરના કથિત ઉપયોગ સામે કોંગ્રેસની રજૂઆત

દેવગઢ

તસવીર: gstv

દેવગઢ બારિયા નગરપાલિકાના ફાયર ફાઈટર વાહ્નનો કથિત રીતે ખાનગી અને રાજકીય ઉપયોગ કરવાના મામલે રાજકારણ ગરમાયું છે. દેવગઢ બારિયા કોંગ્રેસ સમિતિ દ્વારા આ અંગે મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરીને નગરપાલિકાના સરકારી સાધનોના દુરુપયોગ સામે નિષ્પક્ષ તપાસની ઉગ્ર માંગ કરવામાં આવી છે….કોંગ્રેસના આક્ષેપ મુજબ, દેવગઢ બારિયાના પૂર્વ મંત્રીના નિવાસસ્થાનની સાફ-સફાઈ અને બંગલો ધોવાની કામગીરી માટે સરકારી ફાયર ફાઈટર મોકલવામાં આવ્યું હતું. આ વાહન કયા અધિકારીની મંજૂરીથી મોકલાયું તથા તેમાં વપરાયેલું ડીઝલ, પાણી અને કર્મચારીઓનો ઉપયોગ કોના આદેશથી થયો તેવા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે…કોંગ્રેસે આ મામલે ફાયર ફાઈટરના લોકબુક, મૂવમેન્ટ રજીસ્ટર અને ડીઝલ વપરાશના દસ્તાવેજો જપ્ત કરી ઝીણવટભરી તપાસ કરવાની અને કસૂરવાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો