VIDEO: દેવગઢ બારીયામાં અચાનક ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક, ખરીફ પાકને નવજીવન મળ્યું
દેવગઢ બારીયા પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. અત્યાર

દેવગઢ બારીયા પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધી નહિવત વરસાદના કારણે લોકો ઉનાળા જેવી અસહ્ય ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા તથા નદી-નાળા પણ ખાલીખમ જોવા મળતા હતા. અનિયમિત વરસાદના લીધે ખેતી નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. જોકે, એકાએક મેઘ મહેર થતાં જ સમગ્ર વિસ્તારના વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. આ અચાનક આવેલા વરસાદને કારણે સુકાઈ રહેલા ખરીફ પાકને નવું જીવનદાન મળતા પંથકના ખેડૂતોમાં હરખ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.




