મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દેવગઢ બારિયામાં ૫૦ કિલો અખાદ્ય પદાર્થનો નાશ કર્યો, ૭,૫૦૦નો દંડ ફટકારાયો

દેવગઢ બારિયા નગરમાં ફૂડ વિભાગ અને પાલિકા તંત્ર દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હ

તસવીર: gstv

દેવગઢ બારિયા નગરમાં ફૂડ વિભાગ અને પાલિકા તંત્ર દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું… ડેરીઓ અને ખાણી-પીણીની લારીઓ પર કરાયેલી તપાસ દરમિયાન પનીર અને દૂધની નાવટોના નમૂના ચકાસવામાં આવ્યા હતા….તપાસમાં સડેલું પનીર અને પેંડા સહિતનો અંદાજે ૫૦ કિલો અખાદ્ય જથ્થો પકડી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો….નિયમોનું ઉલ્લંઘન કરનાર દુકાનદારો પાસેથી કુલ ૭ હજાર ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. નગરમાં ભેળસેળયુક્ત વસ્તુઓના વેચાણ સામે ફરિયાદો વચ્ચે તંત્રની આ આકરી કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે....

આ સમાચાર શેર કરો