મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દેવગઢ બારીયામાં પાક નુકસાની મુદ્દે ખેડૂતોનું આવેદન

દાહોદના દેવગઢ બારીયા તાલુકામાં ઓછા વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યુ

તસવીર: gstv

દાહોદના દેવગઢ બારીયા તાલુકામાં ઓછા વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યું છે. ચોમાસાની સિઝનમાં વરસાદની અછતના કારણે મકાઈ, ચણા, ડાંગર, તુવેર અને અડદ સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું હોવાનો ખેડૂતોનો દાવો છે. પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ આશરે 12 જેટલી વિવિધ માંગણીઓ સાથે તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. ખેડૂતોની માંગ છે કે વહેલી તકે નિષ્ફળ પાકનો સર્વે કરાવી સહાય પેકેજ મંજૂર કરવામાં આવે. પાણીની અછતને ધ્યાનમાં રાખીને ઓછા પાણીમાં ખેતી થઈ શકે તેવા પાક અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે તેવી પણ માંગ છે.  

આ સમાચાર શેર કરો