ખેડૂતોના આક્રોશ વચ્ચે સરકારનો મોટો નિર્ણય, 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદાશે
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાકોને નુકસાન થયું છે અને ખેડૂતોની ચિંતા

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાકોને નુકસાન થયું છે અને ખેડૂતોની ચિંતા વધી છે. ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સરવે વગર જ વળતર ચૂકવવાની માગ કરી છે. ખેડૂતોના આક્રોશ વચ્ચે હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે હવે 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે, નોંધનીય છે કે, પહેલા 70 મણે ખરીદીની જાહેરાતથી ખેડૂતોમાં નારાજગી હતી. ત્યારે ખેડૂતોની એક માગ સરકારે માની છે. ત્યારે હવે સવાલ ઉઠ્યો છે કે, શું પલળેલી મગફળી ટેકાના ભાવે ખરીદાશે?



