મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

તકેદારી આયોગની ભલામણ બાદ સરકારે 471 અધિકારીઓ સામે લીધા શિક્ષાત્મક પગલાં

વર્ષ 2023 દરમિયાન સરકારે કુલ 471 અધિકારી કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં લીધા હતા. તકેદારી આયોગની ભલા

તકેદારી આયોગની ભલામણ બાદ સરકારે 471 અધિકારીઓ સામે લીધા શિક્ષાત્મક પગલાં

વર્ષ 2023 દરમિયાન સરકારે કુલ 471 અધિકારી કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં લીધા હતા. તકેદારી આયોગની ભલામણ બાદ સરકારે શિક્ષાત્મક પગલાં લીધા હોવાનું સામે આવ્યું છે. વર્ગ 1ના કુલ 108 અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાયા હતા, તેમજ વર્ગ 2ના કુલ 190 અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવ્યા હતા. આ સાથે વર્ગ 3ના કુલ 167 કર્મચારીઓ સામે પણ શિક્ષાત્મક પગલા લેવામાં આવ્યા છે.

વર્ગ 1ના 6, વર્ગ 2ના 9 અને વર્ગ 3ના 7 અધિકારી અને કર્મચારીઓ સામે ફરજ મોકૂફી અથવા સસ્પેન્શન જેવી કાર્યવાહી કરવામાં આવી છે. વર્ગ 1ના 73, વર્ગ 2ના 119 અને વર્ગ 3ના 85 અધિકારી અને કર્મચારીઓ સામે પેન્શન કાપની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ વર્ગ 1ના 29, વર્ગ 2ના 62 અને વર્ગ 3ના 75 અધિકારી અને કર્મચારીઓને નાની સજા કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો