વિધાનસભા ગૃહમાં તકેદારી આયોગના રિપોર્ટમાં મોટો ખુલાસો, ગૃહ વિભાગ વિરુદ્ધ સૌથી વધુ ફરિયાદ
ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા વર્ષ 2023 તકેદારી આયોગના રિપોર્ટમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ભ્રષ

ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા વર્ષ 2023 તકેદારી આયોગના રિપોર્ટમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ભ્રષ્ટ્રાચાર અને ગેરરીતિ કરવામાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ નંબર 1 પર જોવા મળ્યું છે. સરકારી અધિકારી અને કર્મચારીઓ સામે આયોગને 2023માં કુલ 11,196 ફરિયાદો મળી હતી. સૌથી વધુ ફરિયાદ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની 2,170 ફરિયાદ મળી હતી. બીજા નંબરે મહેસૂલ વિભાગની 1,849 ફરિયાદ તકેદારી આયોગને મળી હતી. તેમજ ત્રીજા નંબરે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસની 1,418 ફરિયાદ મળી હતી.
તકેદારી આયોગના વર્ષ 2023ના રિપોર્ટમાં, ગૃહ વિભાગની 1,241 ફરિયાદ મળી હતી તેમજ શિક્ષણ વિભાગની 596, માર્ગ અને મકાન વિભાગની 486 ફરિયાદ તકેદારી આયોગને મળી હતી. આ સિવાય ઉદ્યોગ અને ખાણ વિભાગની 378 તથા સામાન્ય વહીવટ વિભાગની 360 ફરિયાદ મળી હતી. તેમજ નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા વિભાગની 385, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડની 101 ફરિયાદ મળી હતી. પશ્ચિમ ગુજરાત વીજ કંપની સામેની 97 ફરિયાદ અને સરદાર સરોવર નર્મદા નિગમની 52 ફરિયાદો મળી હતી.



