મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: મધ્યપ્રદેશથી ગોંડલ આવતી બસને નડ્યો અકસ્માત, 20થી વધુ મુસાફરો થયા ઈજાગ્રસ્ત

અમદાવાદના હરિપુરાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મધ્યપ્રદેશથી ગોંડલ જતી એક ખાનગી બસ પલટી ખાઈ જવાન

અમદાવાદ: મધ્યપ્રદેશથી ગોંડલ આવતી બસને નડ્યો અકસ્માત, 20થી વધુ મુસાફરો થયા ઈજાગ્રસ્ત

અમદાવાદના હરિપુરાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મધ્યપ્રદેશથી ગોંડલ જતી એક ખાનગી બસ પલટી ખાઈ જવાને લીધે ચીસાચીસ મચી ગઈ હતી. આ ભયંકર અકસ્માતમાં 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. 

ઈજાગ્રસ્તોને ધંધૂકા ખસેડાયા 

મળતી માહિતી અનુસાર ઈજાગ્રસ્ત યાત્રીઓને સારવાર અર્થે ધંધૂકામાં આવેલી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બસ એક ખાનગી કંપનીની માલિકીની હતી. જે અમદાવાદના હરિપુરા નજીક પલટી ખાઈ ગઈ હતી. બસમાં સવાર લોકો મધ્યપ્રદેશથી નીકળીને ગુજરાતના ગોંડલ જઈ રહી હતી.

આ પણ વાંચો: હિંમતનગર: ગણવા ગામમાં પિતાએ 3 બાળકો સહિત પોતે ઝેરી દવા પીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ, એકનું મોત

ધંધૂકા ફેદરા રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. શ્રમિક મુસાફરો મુસાફરી કરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. વહેલી સવારે હરિપુરા પાટિયા નજીક આ અકસ્માત સર્જાયો હતો. બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે. 

આ સમાચાર શેર કરો