VIDEO : ગોધરામાં જ્વેલર્સમાં કામ કરતી યુવતીએ 1 કરોડ 26 લાખના દાગીનાની કરી ચોરી
Godhra news : ગોધરાના ચિત્રા રોડ પર આવેલા ધનરાજ જ્વેલર્સમાં ચોરીની મોટી ઘટના બની છે.

Godhra news : ગોધરાના ચિત્રા રોડ પર આવેલા ધનરાજ જ્વેલર્સમાં ચોરીની મોટી ઘટના બની છે. જ્વેલર્સમાં સેલ્સગર્લ તરીકે કામ કરતી યુવતીએ 1 કરોડ 26 લાખ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ મુદ્દે જ્વેલર્સના માલિકે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે. ધનરાજ જ્વેલર્સમાં કામ કરતી યુવતી અનુષ્કા પરવાણીએ જ્વેલર્સમાંથી દાગીનાની ચોરી કરી તેના બોયફ્રેન્ડ નિમેષ ઠાકવાણીને આપતા પોલીસે બન્ને સામે ગુનો નોંધ્યો છે. દાગીના ચોરીની આ ઘાટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી, જુઓ આ વીડિયો :




