મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાંથી ચાર મહિલા ઉમેદવારોની ભવ્ય જીત, 2019ની લોકસભા ચૂંટણીમાં 6 સાંસદો હતી

ગુજરાતમાંથી આ વખતે ચાર મહિલા ઉમેદવારો વિજેતા બની છે. જેની સરખામણીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૬ મહિલા સા

ગુજરાતમાંથી ચાર મહિલા ઉમેદવારોની ભવ્ય જીત, 2019ની લોકસભા ચૂંટણીમાં 6 સાંસદો હતી

ગુજરાતમાંથી આ વખતે ચાર મહિલા ઉમેદવારો વિજેતા બની છે. જેની સરખામણીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૬ મહિલા સાંસદો હતી. આ પૈકી બનાસકાંઠા બેઠક પરથી મહિલા સાંસદ ચૂંટાયાં હોય તેવું ૬૨ વર્ષ બાદ પ્રથમવાર બન્યું છે. છેલ્લે ૧૯૬૨માં ઝોહરાબેન ચાવડા બનાસકાંઠા બેઠક પરથી ચૂંટાયા હતાં.

ગુજરાતમાંથી આ વખતે ચાર મહિલા ઉમેદવારો વિજેતા બની

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આ વખતે જે મહિલા સાંસદો ચૂંટાયાં છે, તેમાં જામનગરથી પૂનમ માડમ, બનાસકાંઠા બેઠકથી ગેનીબેન ઠાકોર, ભાવનગરથી નિમુબેન બાંભણિયા, સાબરકાંઠાથી શોભનાબેન બારૈયાનો સમાવેશ થાય છે. જેમાંથી પૂનમ માડમ ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪ એમ સતત ૧ ત્રીજી વાર સાંસદ તરીકે ચૂંટાયાં છે.

કુલ ૨૬૬ ઉમેદવારોમાંથી માત્ર ૧૯મહિલાઓને જ તક આપવામાં આવી

ગુજરાતમાંથી આ વખતે કુલ ૨૬૬ ઉમેદવારોમાંથી માત્ર ૧૯મહિલાઓને જ તક આપવામાં આવી હતી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વખતે ગુજરાતમાંથી અત્યાર સુધીનાં સૌથી વધુ ૬ મહિલા સાંસદો ચૂંટાયાં હતાં. ગુજરાત રાજયની સ્થાપના પહેલા સરદાર તથા વલ્લભભાઈ પટેલના પુત્રી મણીબેન તથા સાબરકાંઠા બેઠક પરથી જોહરાબેન ચાવડાસાંસદપદ શોભાવ્યું હતું.

૧૯૬૨માં અમરેલી બેઠક પરથી જયાબેન શાહ, બનાસકાંઠા બેઠક પરથી જોહરાબેન ચાવડા વિજેતા બન્યા હતા. ગુજરાતમાંથી અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર, પોરબંદર, પાટણ, પંચમહાલ, ખેડા, , વલસાડ, નવસારી બેઠક એવી છે જ્યાંથી ક્યારેય મહિલા ઉમેદવારને ચૂંટીને સંસદમાં મોકલવામાં આવ્યા નથી.

આ સમાચાર શેર કરો