મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: બ્યુટી પાર્લર ચલાવતી યુવતી મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાઇ, SOGએ 6 લાખથી વધુનો મુદ્દામાલ દબોચ્યો

અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા સતેજ હોમ્સમાં બ્લોક નં. સી-૧૮માં રહેતી અને ઘરમાંથી જ બ્યુટી પા

અમદાવાદ: બ્યુટી પાર્લર ચલાવતી યુવતી મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાઇ, SOGએ 6 લાખથી વધુનો મુદ્દામાલ દબોચ્યો

અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા સતેજ હોમ્સમાં બ્લોક નં. સી-૧૮માં રહેતી અને ઘરમાંથી જ બ્યુટી પાર્લરનું કામ કરતી શ્વેતા શાંતિલાલ ઠક્કર (ઉ.વ.૨૭)ને રાજકોટ એસઓજીએ ૫૮.૯૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લઇ તપાસ આગળ વધારી છે. શ્વેતા રાજકોટમાં મેફેડ્રોન સપ્લાય કરવા આવી હતી. પરંતુ તે પહેલા એસઓજીની ઝપટે ચડી ગઇ હતી.

SOGએ  બાતમીના આધારે યુવતીને ઝડપી પાડી

SOGને બાતમી મળી હતી કે રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર ગામ જવાના જૂના રસ્તા પાસે અને એરપોર્ટ પોલીસની ચેકપોસ્ટ નજીક એક યુવતી પાસે ડ્રગ્સ છે. ત્યારે આ બાતમીના આધારે યુવતીને પોલીસે અટકાવીને તેની તપાસ કરી હતી, પર્સમાંથી  ૫.૮૯ લાખનું ૫૮.૯૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.  યુવતી પાસેથી  બે મોબાઈલ ફોન, પોકેટ વજન કાંટો, રૃા. ૫૦૦ રોકડા, પાન કાર્ડ વગેરે મળી કુલ રૃા. ૬.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 

 સપ્લાયર તરીકે અમદાવાદની જ એક મહિલાનું નામ ખૂલ્યું

SOGએ જણાવ્યું હતું કે  સપ્લાયર તરીકે અમદાવાદની જ એક મહિલાનું નામ ખૂલ્યું છે. જે પણ ટૂંક સમયમાં પકડાઇ જાય તેવી શક્યતા છે. યુવતીના માતા-પિતા હયાત નથી, તેના લગ્ન થઇ ગયા છે. પરંતુ બાદમાં છૂટાછેડા થઇ ગયા હતા. સંતાનમાં એક પુત્ર છે જે તેના પતિ સાથે રહે છે. અગાઉ શ્વેતા રાજકોટના સાધુ વાસવાણી રોડ પર ભાડે રહી ચૂકી છે. જેને કારણે રાજકોટથી પરિચિત હતી. તે પોતે પણ માદક પદાર્થોની બંધાણી છે.

આ સમાચાર શેર કરો