સાબરકાંઠામાં બાળકી અગાશી પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
સાબરકાંઠામાંથી ઉત્તરાયણના આનંદના તહેવાર પર એક યોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ઉતરાયણ નિમિત્તે એક બાળકી અગાશી

સાબરકાંઠામાંથી ઉત્તરાયણના આનંદના તહેવાર પર એક યોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ઉતરાયણ નિમિત્તે એક બાળકી અગાશીથી પટકાઈ જવાથી બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામી છે. સાબરકાંઠાના ઈડરના અંકાલા ગામની 12 વર્ષની દીકરી ઉત્તરાયણના તહેવાર પર અગાશીમાં હતી. તે દરમિયાન અચાનક તે અગાશી પરથી પટકાઈ ગઈ હતી. બાળકી પતંગ પકડવા મામલે પટકાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : આણંદ: ફેન્સિંગ પરથી પતંગ ઉતારવા જતા 13 વર્ષના કિશોરને લાગ્યો કરંટ, સારવાર દરમિયાન મોત
ઉત્તરાયણના પર્વ પર નાના બાળકો ઘણી વાર પતંગ લેવા માટે જોખમમાં મુકાતા હોય છે. સાબરકાંઠાના ઈડરમાં 12 વર્ષની દીકરી પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામી છે જેથી સમગ્ર પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ અકસ્માતમાં રિંકુ રાવળ નામની બાળકી જમીન ઉપર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામી હતી જેથી તેને ઈડરમાંથી હિંમતનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.




