ગુજરાતના તલાલા ગીરના મંડોરણા ગામે વહેલી સવારે અનોખો નજારો જોવા મળ્યો હતો. બે સિંહો ગામની ગલીઓમાં લટાર મારતા જોવા મળ્યા હતા. આ અદભુત દ્દશ્યવે ગ્રામજનોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગીરના સિંહો અવરાનવાર આસપાસના ગામોમાં શિકારની શોધમાં પહોંચી જતા હોય છે.