Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : VIDEO: Allegations of 'irregularities' in the allocation of free plots in Una's Khapat, opposition from the Scheduled Caste, complaint given to the provincial officer

VIDEO: ઊનાના ખાપટમાં મફત પ્લોટ ફાળવણીમાં 'ગેરરીતિ'ના આક્ષેપ, અનુસૂચિત સમાજનો વિરોધ, પ્રાંત અધિકારીને આપ્યું આવેદન

Timeછેલ્લું અપડેટ : 19 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના ખાપટ ગામમાં સરકાર દ્વારા કરવામાં આવેલી મફત પ્લોટની ફાળવણી હવે મોટા વિવાદમાં સપડાઈ છે. ગત 14 ફેબ્રુઆરીના રોજ જિલ્લા કલેક્ટર અને સ્થાનિક સાંસદની હાજરીમાં 195 મફત પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી, જેની સામે હવે અનુસૂચિત સમાજના લોકોએ ગંભીર આક્ષેપો સાથે મોરચો માંડ્યો છે.

App Store

ગેરરીતિ અને અન્યાયના આક્ષેપો
અનુસૂચિત સમાજના લોકોનો આરોપ છે કે આ પ્લોટ ફાળવણીની પ્રક્રિયામાં વ્યાપક ગેરરીતિ, અન્યાય અને પક્ષપાત કરવામાં આવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જે સાચા જરૂરિયાતમંદ પરિવારો છે, તેમને જાણીજોઈને યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા છે અને અયોગ્ય વ્યક્તિઓને લાભ આપવામાં આવ્યો છે.

જમીનની અયોગ્યતા અને પૂરનો ભય
સૌથી ગંભીર આક્ષેપ જમીનની પસંદગી બાબતે છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે ફાળવવામાં આવેલી જમીન અત્યંત ખાડાવાળી અને નાળાની નજીક છે. આ વિસ્તાર અયોગ્ય હોવાથી ચોમાસામાં પૂર આવવાની સ્થિતિમાં મકાનો ગરકાવ થવાની પૂરેપૂરી ભીતિ છે. આ ઉપરાંત, આરોપ છે કે સ્મશાન અને દફનવિધિ માટેની જમીન પર પણ પ્લોટ પાડી દેવામાં આવ્યા છે, જે ધાર્મિક અને સામાજિક રીતે પણ અસ્વીકાર્ય છે.

આંદોલનની ચીમકી
આ સમગ્ર મામલે અનુસૂચિત સમાજ દ્વારા ઊના પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે. તેઓએ માંગ કરી છે કે આ પ્રક્રિયાની તટસ્થ તપાસ કરવામાં આવે. જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પ્લોટનો કબજો સ્વીકારવાનો લોકોએ ઈનકાર કર્યો છે. જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.