Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : Lioness fatally attacks young man who went to collect honey

Gir Somnath news: મધ પાડવા ગયેલા યુવક પર સિંહણનો જીવલેણ હુમલો, સ્થાનિકોએ બૂમાબૂમ કરતાં માંડ જીવ બચ્યો

Timeછેલ્લું અપડેટ : 15 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Gir Somnath news: મધ પાડવા ગયેલા યુવક પર સિંહણનો જીવલેણ હુમલો, સ્થાનિકોએ બૂમાબૂમ કરતાં માંડ જીવ બચ્યો
સોર્સ : AI

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં સિંહણના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બોડીદર ગામની સીમમાં મધ પાડવા ગયેલા રમેશ નામના યુવાન પર સિંહણે જીવલેણ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે વન વિભાગે હુમલો કરનાર સિંહણને પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે.

App Store

મિત્રો સાથે મધ પાડવા ગયા ને સિંહણ ત્રાટકી

મળતી માહિતી અનુસાર, બોડીદર ગામના રમેશ લેકુ વાઘેલા પોતાના બે મિત્રો સાથે બોડીદર અને ડોળાસા ગામની સરહદે આવેલા ગડિયાનોપા વિસ્તારમાં મધ પાડવા ગયા હતા. આ દરમિયાન અચાનક એક સિંહણ ત્યાં આવી ચડી હતી. સિંહણને જોતા જ રમેશના બંને મિત્રો ભયભીત થઈ જીવ બચાવવા નાસી છૂટ્યા હતા, જ્યારે સિંહણે રમેશ પર હુમલો કરી તેને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી હતી.

લોકો દ્વારા બૂમાબૂમ કરતા યુવકનો જીવ બચ્યો

હુમલા દરમિયાન રમેશે હિંમત પૂર્વક સિંહણનો સામનો કર્યો હતો. આ દરમિયાન નજીકમાંથી પસાર થતા લોકોએ બૂમાબૂમ અને હાકલા-પડકારા કરતા સિંહણ યુવકને છોડીને દૂર ભાગી ગઈ હતી. ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી રમેશને ગીર ગઢડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ જસાધર વન વિભાગની ટીમ કાર્યરત થઈ હતી. વન વિભાગે ટૂંકા ગાળામાં જ હુમલો કરનાર સિંહણને લોકેટ કરી તેને પાંજરે પૂરી લીધી છે. જોકે, આ વિસ્તારમાં હજુ પણ અન્ય એક સિંહણ અને તેના બે બચ્ચાની હાજરી હોવાથી વન વિભાગે પેટ્રોલિંગ તેજ કર્યું છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ

ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ જ શાણાવાંકિયા ગામે આઠ વર્ષની બાળકી પર પણ સિંહણે હુમલો કર્યો હતો. ગીરના સરહદી ગામોમાં ટૂંકા ગાળામાં વધતા જતા સિંહના હુમલાઓને કારણે ખેડૂતો અને શ્રમિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.