મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગીર સોમનાથ: જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર; સુત્રાપાડામાં આભ ફાટ્યું, છેલ્લા 2 કલાકમાં 3 ઇંચ સાથે કુલ 5 ઇંચ વરસાદ ખાબક્યો

ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજ

ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. સમગ્ર જિલ્લાભરમાં રાત્રિના સમયથી શરૂ થયેલો સાર્વત્રિક વરસાદ આજે પણ ધીમીધારે અને સતત વરસી રહ્યો છે. ખાસ કરીને સુત્રાપાડા પંથકમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં કુલ પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા બે કલાકમાં જ ત્રણ ઇંચ ધોધમાર વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે.બીજી તરફ, વેરાવળ શહેરમાં પણ છેલ્લા 24 કલાકમાં ત્રણ ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો છે. આ ઉપરાંત કોડીનાર, ઉના, ગીર ગઢડા અને તાલાલા પંથકમાં પણ સવારથી જ ધીમીધારે વરસાદી માહોલ યથાવત છે. આ અવિરત વરસાદને પગલે સ્થાનિક નદી-નાળાઓમાં નવા નીર આવ્યા છે, તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો