અમદાવાદમાં ગાર્ડન વિભાગના વડા જીગ્નેશ પટેલનું કેસની તપાસ દરમિયાન રાજીનામું મંજુર
અમદાવાદમાં ગાર્ડન વિભાગના વડા જીગ્નેશ પટેલનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે. વિજિલન્સ તપાસ ચ

અમદાવાદમાં ગાર્ડન વિભાગના વડા જીગ્નેશ પટેલનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે. વિજિલન્સ તપાસ ચાલતી હોવાથી કાર્યવાહી કરી રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવી છે. મેયર પ્રતિભા જૈન દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, આ મામલે 30 દિવસમાં તપાસનો રિપોર્ટ કમિટીને સોંપવા માટે સૂચના આપવામાં આવી છે.
જીગ્નેશ પટેલ સામે ગાર્ડન વિભાગની નર્સરીઓ એક સાથેના બદલે અલગ અલગ ટેન્ડર બહાર પાડી ભ્રષ્ટચાર કરવા મામલે આ તપાસ ચાલી રહી છે. અધિકારીએ થલતેજની ટીપી સ્કીમમાં ખરાઇ કર્યા વગર જ ઈકો ગાર્ડન પાર્ક ઉભો કર્યો હતો. બે મહિનાથી અધિકારી રાજીનામું આપીને પોતાની ફરજ પર ગેરહાજર હતા.




