મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત જિલ્લાની ઉકાઈ કેનાલમાં પડ્યું ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકસાન

સુરત જિલ્લાના માંગરોળના કંટવા ગામની સીમમાં ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં ગાબડ

સુરત જિલ્લાના માંગરોળના કંટવા ગામની સીમમાં ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલ તૂટતા વાંસોલી અને મોટી પારડી સહિતના નીચાણવાળા ગામોના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થયું છે. વર્ષ 1972માં બનેલી આ કેનાલનું 2016માં રિનોવેશન થયું હતું. ગાબડું પડતા તંત્ર દોડતું થયું છે. હાલ સિંચાઈ વિભાગે કેનાલ બંધ કરી છે અને ત્રણ દિવસમાં સમારકામ પૂર્ણ કરવાની ખાતરી આપી છે.

આ સમાચાર શેર કરો