VIDEO: રાજ્યના વિવિધ શહેરોમાં પેટ્રોલ પંપ પર લાઈનો જોવા મળી હતી, વાહનોની ટાંકીઓ ફૂલ કરવા માટે ભારે ધસારો
મીડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના પડઘા હવે ગુજરાતમાં અનુભવાઈ રહ્યા છે.રાજ્યમાં ઈંધણની અછતની વચ્ચે વિવિધ શહેરના પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી હતી,. અમદાવાદ, વડોદરા, સુરત, દાહોદ, અમરેલી, લાવરકુંડલા સહિતના વિવિધ શહેરોમાં પેટ્રોલ પંપ પર લાંબી કતાર જોવા મળી હતી. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવાને પગલે સતત બીજા દિવસે પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. શાહીબાગ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા છે, જ્યાં લાઈનો મુખ્ય રોડ સુધી પહોંચી ગઈ છે. અનેક પંપોએ ઓનલાઈન પેમેન્ટ લેવાનું બંધ કરી માત્ર રોકડનો આગ્રહ રાખતા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે.
અમરેલી સાવર કુંડલામાં પણ લાઈનો
દાહોદ શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછત
વડોદરામાં ઈંધણની અછતની અફવા વચ્ચે સ્થિતિ તંગ બની
બારડોલીમાં પર લાંબી કતારો જોવા મળી
પંચમહાલ - યુદ્ધને કારણે પેટ્રોલની અછતની વાત વહેતી થતાં હાલોલમાં પણ પેટ્રોલ પંપ ઉપર ભારે ભીડ જામી હતી. મોડી રાત સુધી પેટ્રોલ પંપ ઉપર વાહનોની કતાર જોવા મળતી હતી. પેટ્રોલ પૂરાવવાની લ્હાયમાં જામેલી ભીડમાં લોકો વચ્ચે મારામારી અને ઝપાઝપીના બનાવ પણ બન્યા હતા. પેટ્રોલ પુરાવવા કલાકો સુધી ઉભેલા લોકોમાં ઝપાઝપી સર્જાતા પેટ્રોલ પંપો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવાની જરૂર પડી હતી.

