Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : VIDEO: Deadly attack in Gandhinagar in robbery of Rs.1.27 crore, sword-wielding, four arrested

VIDEO: ગાંધીનગરમાં રૂ.૧.૨૭ કરોડની લેતીદેતીમાં જીવલેણ હુમલો,તલવાર-ધારીયા ઉછળ્યા, ચાર ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગાંધીનગરના રાજ્ય પાટનગરમાં ગુંડાગીરીના દ્રશ્યો સામે આવ્યા છે. કુડાસણ વિસ્તારમાં ધ લેન્ડ માર્ક મોલ પાસે અસમાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. રૂપિયા 1.27 કરોડની લેતીદેતીના મામલે પાંચ શખ્સો પર ધારિયા અને તલવાર જેવા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તેમજ તેમની ગાડીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. હુમલામાં પાંચમાંથી ભરતસિંહ ચંદાવત ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને વધુ સારવાર માટે KD હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે ઇન્ફોસિટી પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પોલીસે ચાર આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધ માટે LCB સહિતની ટીમો તપાસમાં લાગી છે.  

App Store