Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : VIDEO: "Congress is digging its own grave": BJP lashes out at Youth Congress' protest at Delhi AI Summit

VIDEO: "કોંગ્રેસ પોતાની કબર જાતે ખોદી રહી છે": દિલ્હી AI સમિટમાં યુથ કોંગ્રેસના વિરોધ પ્રદર્શન પર ભાજપ લાલચોળ

Timeછેલ્લું અપડેટ : 21 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: દિલ્હીમાં આયોજિત વૈશ્વિક AI સમિટ દરમિયાન યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન અને સોશિયલ મીડિયા પોસ્ટને લઈને રાજકારણ ગરમાયું છે. ગુજરાત ભાજપના અગ્રણી નેતા જગદીશ વિશ્વકર્માએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને કોંગ્રેસ પર રાષ્ટ્રવિરોધી માનસિકતા ધરાવવાનો આક્ષેપ કર્યો છે.

App Store

વૈશ્વિક મંચ પર ભારતની છબી ખરડવાનો પ્રયાસ?
જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત 'વિકસિત ભારત 2047'ના સ્વપ્ન સાથે આગળ વધી રહ્યું છે અને વિશ્વના નેતાઓ ટેક્નોલૉજી ક્ષેત્રે ભારતનું વર્ચસ્વ સ્વીકારી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ આવા વરવા દ્રશ્યો સર્જીને દેશની છબી ખરડવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે, દિલ્હીની AI સમિટમાં વૈશ્વિક લીડર્સની હાજરી વચ્ચે કોંગ્રેસના કૃત્યથી દેશની જનતામાં રોષ છે.

મહાપુરુષોના અપમાનનો મુદ્દો
યુથ કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધી અને ચંદ્રશેખર આઝાદ જેવા મહાપુરુષોના ફોટા સંદર્ભે કરવામાં આવેલી પોસ્ટ અંગે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આઝાદીના લડવૈયાઓનું અપમાન કરવું એ કોંગ્રેસના વિચારોની ગિરાવટ દર્શાવે છે. રાહુલ ગાંધી ચીન અને પાકિસ્તાનના ઈશારે આવી નાદાની કરી રહ્યા હોય તેવું જણાય છે અને તેઓ પોતાની કબર જાતે ખોદી રહ્યા છે.

જનતા સબક શીખવશે
ગુજરાતની જનતા વતી આ ઘટનાની નિંદા કરતા તેમણે કહ્યું કે, "AI સમિટમાં કરેલું આ કાર્ય ક્યારેય માફ ન કરી શકાય તેવું કૃત્ય છે. દેશની જનતા આગામી સમયમાં કોંગ્રેસને આ માનસિકતા માટે ચોક્કસ સબક શીખવશે." આ ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેનાથી જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.