VIDEO: ભાજપ નેતાએ કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ, કોંગ્રેસ 50 વર્ષ સુધી ક્યારેય સત્તામાં નહીં આવે
સોર્સ : GSTV
ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કરાયું છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ગુજરાત માટે આ ઐતિહાસિક પળ છે.આ બિલથી વારસાઈ, દેહ, વકફના અલગ અલગ કાયદા છે તે દૂર થશે.આ બિલથી વોટબેંક અને તુષ્ટીકરણની રાજનીતિનો અંત આવશે.
કોંગ્રેસ અને ભાજપના એકબીજા પર ગંભીર આક્ષેપ
કોંગ્રેસે ચૂંટણી આવતા બિલ ઉતાવળેથી લાવવામાં આવ્યું હોવાનો આરોપ કર્યો હતો. મતદાન સમયે કોંગ્રેસે પ્રવર સમિતિને મોકલવાની માંગ કરી વોક આઉટ કર્યું હતું. બહુમતીથી પસાર થયા બાદ આ બિલ પર હવે રાજ્યપાલ સહી કરશે જે બાદ તે કાયદાનું રૂપ ધારણ કરશે.

