Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Stop the hustle and bustle of Gujarat government offices! Now you can get income proof and EWS certificate in one click on WhatsApp

ગુજરાતની સરકારી કચેરીઓના ધક્કા બંધ! હવે WhatsApp પર એક ક્લિકમાં મળશે આવકનો દાખલો અને EWS સર્ટિફિકેટ

Timeછેલ્લું અપડેટ : 26 May 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાતની સરકારી કચેરીઓના ધક્કા બંધ! હવે WhatsApp પર એક ક્લિકમાં મળશે આવકનો દાખલો અને EWS સર્ટિફિકેટ
સોર્સ : gstv

સરકારી કામકાજ માટે કચેરીઓના ધક્કા ખાવાની કોઈ જરૂર નથી! ગુજરાત સરકારની નવી સુવિધા હેઠળ આવકનો દાખલો, જ્ઞાતિનું પ્રમાણપત્ર અને ઈડબલ્યુએસ (EWS) સર્ટિફિકેટ જેવા મહત્ત્વના દસ્તાવેજો હવે ખૂબ જ સરળતાથી મળી જશે. એટલું જ નહીં, રેશનકાર્ડમાં સુધારા-વધારા કરવા, મહેસૂલ રેકોર્ડ મેળવવો કે પછી કોઈ સરકારી કામની ફરિયાદ કરવી હોય... આ તમામ કામો માટે હવે માત્ર એક જ વોટ્સએપ નંબર કાફી છે. રાજ્ય સરકારની આવી 20 જેટલી મહત્ત્વપૂર્ણ સેવાઓનો લાભ હવે નાગરિકો ઘર બેઠા, પોતાના મોબાઈલ ફોન પરથી માત્ર એક ક્લિકમાં મેળવી શકશે.

App Store

ગુજરાત સરકાર અને મેટા વચ્ચે મોટો કરાર

ડિજીટલ ગુજરાત તરફ વધુ એક મોટું કદમ ભરતા ગુજરાત સરકારે ગ્લોબલ કંપની 'મેટા' (Meta) સાથે ગાંધીનગર ખાતે એક મહત્ત્વપૂર્ણ કરાર (MoU) કર્યો છે. આ ઐતિહાસિક ભાગીદારીને કારણે હવે રાજ્યના 5 મોટા સરકારી વિભાગોની 20 જેટલી નાગરિકલક્ષી સેવાઓ સીધી તમારા વોટ્સએપ પર ઉપલબ્ધ થશે. સૌથી સારી વાત એ છે કે, ગુજરાતભરના નાગરિકો માત્ર એક જ વોટ્સએપ નંબર દ્વારા આ તમામ 20 સેવાઓનો લાભ ઘર બેઠા પોતાના મોબાઈલ ફોન પરથી જ મેળવી શકશે. વળી, આ વોટ્સએપ ચેટબોટ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં કામ કરતો હોવાથી સામાન્ય લોકો પણ તેનો ઉપયોગ ખૂબ જ સરળતાથી કરી શકશે.

સરકારી કચેરીઓની લાઈનોમાંથી મુક્તિ

આ નવી સુવિધાને કારણે નાગરિકોને હવે વિવિધ સરકારી કામો માટે અલગ-અલગ વેબ પોર્ટલ પર ભટકવું નહીં પડે, કે ન તો સરકારી કચેરીઓમાં રૂબરૂ જઈને લાંબી લાઈનોમાં ઊભા રહી રાહ જોવી પડશે. આગામી દિવસોમાં લોકોને આ તમામ ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. આ એમઓયુ (MoU) થવાથી આવનારા સમયમાં સરકારી સેવાઓ મેળવવાની પ્રક્રિયા (સર્વિસ ડિલિવરી પ્રોસેસ) ખૂબ જ સરળ બનશે અને અરજીનું રિયલ ટાઈમ સ્ટેટસ ટ્રેકિંગ પણ વધુ મજબૂત તથા સચોટ થશે.