Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gujarat news: Car pooling notification fiasco, government's hypocrisy on austerity exposed

Gujarat news: કાર પુલિંગની સૂચનાનો ફિયાસ્કો, કરકસર મુદ્દે સરકારની દંભનીતિ ખુલ્લી પડી

Timeછેલ્લું અપડેટ : 21 May 2026
લાઇવ ટીવીGoogle News
Gujarat news:  કાર પુલિંગની સૂચનાનો ફિયાસ્કો, કરકસર મુદ્દે સરકારની દંભનીતિ ખુલ્લી પડી
સોર્સ : gstv

રાજ્ય સરકારની કથની અને કરણી વચ્ચેનો તફાવત ખુલ્લો પડ્યો છે. એક બાજુ, સરકાર પ્રજાને પેટ્રોલ-ડીઝલનો કરકસરયુક્ત ઉપયોગ કરવાના ઉપદેશો આપે છે, તો બીજી તરફ, ખુદ મંત્રીઓ જ નિયમોનો અમલ કરવા તૈયાર નથી. સરકારે પરિપત્ર જાહેર કરીને તમામ મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ 'કાર પૂલિંગ' (એક જ ગાડીમાં સાથે આવવું) કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આ આદેશ માત્ર કાગળ પર જ શોભી રહ્યો છે, કારણ કે વીઆઈપી કલ્ચરમાં રાચતા મંત્રીઓને ગાડીઓનો મોહ છૂટતો નથી. કારપુલિંગ કરવામાં મંત્રીઓ જાણે નાનમ અનુભવી રહ્યા છે.

App Store

નિયમો માત્ર પ્રજા માટે જ

નવાઈની વાત એ છે કે મંત્રીઓના સરકારી નિવાસસ્થાનથી સચિવાલયનું અંતર માંડ થોડા કિલોમીટરનું છે. આટલા ટૂંકા અંતર માટે પણ મંત્રીઓ એકબીજા સાથે ગાડીમાં અવરજવર કરવા તૈયાર નથી. સચિવાલયમાં જોવા મળી રહ્યું છે કે, બધાાય મંત્રી સરકારી ગાડીઓમાં એકલા સવાર થઈને વટથી ફરે છે. આ દ્રશ્યો જોઈને એમ લાગેકે, શું નિયમો અને શિસ્તના પાઠ માત્ર સામાન્ય જનતાએ જ ભણવાના?. 

મંત્રીઓને કોઈ નિયમ લાગુ પડે નહીં? એક બાજુ મોંઘવારી અને ઈંધણના વધતા ભાવથી સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે, ત્યારે પ્રજાના ટેક્સના પૈસા પર ચાલતી આ સરકારી ગાડીઓનો બેફામ ઉપયોગ એ મંત્રીઓની વૈભવી માનસિકતા દર્શાવે છે. જો મંત્રીઓ જ પોતે જ વીઆઈપી કલ્ચર છોડવા તૈયાર ન હોય, તો પ્રજા પાસે કરકસરની અપેક્ષા રાખવી એ સદંતર દંભ છે. આ 'કાર પૂલિંગ' નીતિનો ફિયાસ્કો સાબિત કરે છે કે નેતાઓની કથની અને કરણીમાં જમીન-આસમાનનો તફાવત છે.આ તરફ, રાજ્ય સરકારે પરિપત્ર જારીને કરીને સરકારી બાબુઓ-કર્મચારીઓને આદેશ કર્યો છેકે, કારને બસ-મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કરે. આ ઉપરાંત કારપુલિંગ પણ કરે.