Gandhinagar news: શંકાસ્પદ આતંકીઓના રિમાન્ડ પૂર્ણ, ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા

સોર્સ : GSTV
દેશમાં આંતકી હુમલાના કાવતરામાં સંડોવણીના આધારે ગુજરાત ATS એ અડાલજમાંથી પકડેલા ત્રણ આરોપીઓને ગાંધીનગર જિલ્લા કોર્ટમાં રજૂ કર્યા છે. રિમાન્ડ પૂર્ણ થતાં ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો છે.
ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ
ગુજરાત એટીએસએ દેશમાં આંતકી હુમલાના કાવતરામાં ઝડપેલા ત્રણ આરોપીઓને ગાંધીનગર જિલ્લા કોર્ટમાં રજૂ કર્યા છે. રિમાન્ડ પૂર્ણ થતાં આરોપી આઝાદ સુલેમાન, મોહમદ સુહેલ અને અહમદ મોંયુંદિનને કોર્ટમાં રજૂ કર્યા બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો છે. બચાવ પક્ષે કહ્યું કે હાલ તપાસનો પ્રથમ તબક્કો છે. તપાસ માટે એટીએસ પાસે પૂરતો સમય છે. ચાર્જશીટ બાદ તપાસ એજન્સીએ કયા પુરાવાના આધારે ગુનો દાખલ કર્યો તથા આગામી દિવસોમાં લીગલ ગ્રાઉન્ડના આધારે જામીન માટે પ્રકિયા હાથ ધરાશે.

