Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Rain in Saurashtra: Heavy rain wreaks havoc in many areas of Saurashtra, farmers in Amreli-Veraval are worried

Rain in Saurashtra : સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં માવઠાનો કહેર, અમરેલી-વેરાવળમાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ

Timeછેલ્લું અપડેટ : 25 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Rain in Saurashtra : સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં માવઠાનો કહેર, અમરેલી-વેરાવળમાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ
સોર્સ : GSTV

Rain in Saurashtra : હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે શનિવારે (25 ઓક્ટોબર) અમરેલી, ગીર-સોમનાથ, વલસાડ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે કમોસમી વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થતાં અમરેલી-વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા પોર્ટ પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ આપવામાં આવ્યું છે.  

App Store

અમરેલીના અનેક વિસ્તારોમાં માવઠું, ખેડૂતોમાં ચિંતા
સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે અમરેલીના ઘારી અને ખાંભા પંથકમાં માવઠું થયું છે. ખાંભા શહેરમાં ઘીમીઘારે વરસાદ પડ્યો, તો ઘારીના ત્રંબકપુર અને ગોંવિદપુર ગામમાં હળવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખાંભા તાલુકાના દિવાના સરાકડિયા, નાનુડી, દાઢીયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારો વરસાદ નોંધાયો છે, ત્યારે મગફળી, કપાસ, તુવેર સહિતના પાકને નુકસાની થઈ હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. 

વેરાવળ શહેર-ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
ગીર-સોમનાથના વેરાવળમાં વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો હતો. વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં માવઠું થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. સોમનાથ મહાદેવ પવિત્ર ધામ ખાતે મેઘગર્જના સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

આજે ક્યાં-કેટલો વરસાદ ખાબક્યો

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ: અમરેલી-વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી, ઘોઘા બંદર પર 3 નંબરનું સિગ્નલ 3 - image

દરિયાકાંઠાના પોર્ટ પર જોખમી સિગ્નલ જાહેર
અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં ગુજરાતના દરિયાકાંઠા અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. સમુદ્રમાં જોખમી પરિસ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે, ત્યારે ઘોઘા અને ઓખા પોર્ટ પર નંબર-3, સલાયા પોર્ટ પર નંબર-1નું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.