Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Rain in Gujarat: In 119 talukas of the state, Meghamaher remains unchanged, 9.84 inches of rain fell in Halol, see where rains

Rain in Gujarat : રાજ્યના 119 તાલુકામાં અનરાધાર મેઘમહેર યથાવત્, હાલોલમાં 9.84 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ ક્યાં-કેટલો વરસાદ

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Rain in Gujarat : રાજ્યના 119 તાલુકામાં અનરાધાર મેઘમહેર યથાવત્, હાલોલમાં 9.84 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ ક્યાં-કેટલો વરસાદ
સોર્સ : GSTV

Rain in Gujarat : રાજ્યમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. તેવામાં આજે શનિવારે (30 ઓગસ્ટ) રાજ્યના 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 9.84 ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ નોંધાયો. 

App Store

119 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે (30  ઓગસ્ટ) સવારના 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 119 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં આણંદના ઉમરેઠમાં 4.72 ઇંચ, મહીસાગરના કડાણામાં 4.33 ઇંચ અને સંતરામપુરામાં 4.13 ઇંચ, આણંદના બોરસદમાં 3 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 2.83 ઇંચ, પંચમહાલના ગોધરામાં 2.4 ઇંચ, અરવલ્લીના ભિલોડા, ભરૂચના ઝઘડીયા અને સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે.

જ્યારે સાબરકાંઠાના ઈડર, નર્મદાના સાગબારા, દાહોદાના લીમખેડા, વડોદરાના સાવલી, સુરતના ઓલપાડ અને કામરેજ સહિત 36 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 

ગુજરાતના 119 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 9.84 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 2 - image

ગુજરાતના 119 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 9.84 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 3 - image

ગુજરાતના 119 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 9.84 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 4 - image