Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Rain Forecast Gujarat: There will be such a change in the weather in Gujarat from Kartik Poonam, read the new forecast regarding Mavatha

Rain Forecast Gujarat : ગુજરાતમાં કારતક પૂનમથી હવામાનમાં આવશે આવો ફેરફાર, માવઠાને લઈ વાંચો નવી આગાહી

Timeછેલ્લું અપડેટ : 04 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Rain Forecast Gujarat : ગુજરાતમાં કારતક પૂનમથી હવામાનમાં આવશે આવો ફેરફાર, માવઠાને લઈ વાંચો નવી આગાહી
સોર્સ : GSTV

Rain Forecast Gujarat : ગુજરાતમાં એક સપ્તાહ કરતાં વધુ સમયથી માવઠાંના માહોલ બાદ આજે હવામાન વિભાગે રાહત આપતી આગાહી કરી છે, જે મુજબ આવતીકાલ એટલે કે, બુધવારથી રાજ્યમાં વરસાદનું કોઈ એલર્ટ નથી અને તા.5થી સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં સુકુ હવામાન રહેવાનું પૂર્વાનુમાન જારી કર્યું છે. જો કે બીજી તરફ, તા.4, 5ના વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સૌરાષ્ટ્ર સિવાયના રાજ્યના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં વરસી શકે છે.

App Store

સૌરાષ્ટ્રના બંદરોમાં માત્ર બે મહિનામાં દરિયો તોફાની કરતી ચાર વખત સિસ્ટમ આવી છે જેના પગલે માછીમારોની હાલત કફોડી બની ગઈ હતી પરંતુ, આજે દિવસો બાદ ચેતવણી સૂચક સિગ્નલો એલ.સી.-૩ ઉતારી લેવા સૂચના અપાઈ હતી અને આગામી પાંચ દિવસ સુધી દરિયો નહીં ખેડવા  કોઈ સૂચના નથી. ગુજરાતને ધમરોળનાર અરબી સમુદ્રનું ડીપ્રેસન સૌરાષ્ટ્રના કાંઠા પાસે આવીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાયું છે અને વિખેરાઈ જશે. 

બંદરોએ ચેતવણીસૂચક સિગ્નલો ઉતારી લેવાયા

દરમિયાન, આજે કચ્છના અંજારમાં ધોધમાર સવા ત્રણ ઈંચ અને રાપર,ભચાઉમાં ઝાપટાં, તથા ભાવનગર જિ.ના ઘોઘામાં દોઢ ઈંચ અને પાલીતાણામાં અર્ધો ઈંચ ,ખંભાળિયા,બોટાદ,ચુડા તા.માં હળવા ઝાપટાં જ્યારે રાજ્યના બનાસકાંઠા, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર,પાટણ વગેરે જિ.માં છૂટોછવાયો હળવો વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો વિરામ રહેતા ખેડૂતોએ અને અન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 સૌરાષ્ટ્રમાં એકંદરે મેઘવિરામ 

ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં બુધવારથી ત્રણ-ચાર દિવસ સુધી સવારના તાપમાનમાં  4 સે. સુધીનો ઘટાડો થવાની આગાહી છે જેના પગલે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા છે. આજે રાજ્યમાં સવારનું તાપમાન સરેરાશ 25 સે.અને મહત્તમ તાપમાન 32 સે.આસપાસ રહ્યું હતું.