Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: More than 1200 cases reported in a single day due to double season in Ahmedabad

VIDEO: અમદાવાદમાં ડબલ સિઝનને લીધે એક જ દિવસમાં 1200થી વધુ કેસ નોંધાયા

Timeછેલ્લું અપડેટ : 04 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી બેવડી ઋતુ ચાલી રહી છે. જેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દિવાળીના તહેવારો બાદ અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્ચું છે. ગઈકાલે એક જ દિવસમાં 1200થી વધુ કેસ નોંધાયા છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાથી શહેરીજનો વાયરલનો શિકાર બન્યા છે. 

App Store

અમદાવાદ શહેરમાં ડબલ સિઝનને લીધે રોગચાળો બેકાબૂ બન્યો છે. જેના લીધે દર્દીઓ એએમસીના સીએચસી સેન્ટરમાં સતત કેસો વધી રહ્યા છે. મચ્છરજન્ય, પાણીજન્ય રોગચાળાને લીધે ગઈકાલે એક જ દિવસમાં 1200થી વધુ કેસ નોંધાયા હતા. ઓક્ટોમ્બર મહિનામાં પાણીજન્ય કેસ વધ્યો છે. ઝાડા-ઉલટીના 241 કેસ નોંધાયા હતા. જ્યારે કમળાના 199 કેસ નોઁધાયા હતા. જ્યારે ટાઇફોઇડના 227 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળામાં ડૅન્ગ્યૂના 253 કેસ નોંધાયા છે.