Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : The strike of food grain distributors across Gujarat, which has been going on for 4 days, has finally ended, this decision has been taken

Gandhinagar news: ગુજરાતભરમાં 4 દિવસથી ચાલતી અનાજ વિતરકોની હડતાળ આખરે સમેટાઈ, આ નિર્ણય લેવાયો

Timeછેલ્લું અપડેટ : 04 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Gandhinagar news: ગુજરાતભરમાં 4 દિવસથી ચાલતી અનાજ વિતરકોની હડતાળ આખરે સમેટાઈ, આ નિર્ણય લેવાયો
સોર્સ : GSTV

Gandhinagar news: રાજ્યભરના રેશનિંગ દુકાનધારકોની હડતાળનો આજે(4 નવેમ્બર) અંત આવ્યો છે. અનાજ વિતરકોની છેલ્લા 4 દિવસથી હડતાળ ચાલી રહી હતી, જેના કારણે લાખો ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકોની મુશ્કેલીઓ પડી રહી હતી. આ પરિસ્થિતિના તાત્કાલિક ઉકેલ માટે રાજ્ય સરકારનું અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સક્રિય થયું અને આજે ગાંધીનગર ખાતે વિતરક આગેવાનો સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ અનાજ વિતરકોએ હડતાલ સમેટવાનો નિર્ણય લીધો છે.

App Store

મળતી માહિતી અનુસાર, રાજ્ય સરકાર તરફથી અગાઉ કુલ 20 પૈકી 11 માંગણીઓ સંતોષાઈ હતી. ત્યારે આજની બેઠક બાદ મુખ્ય 5 માંગણીઓ સ્વીકારવામાં આવી છે. ઉપરાંત રેગ્યુલર કમિશન 3 રૂપિયા કરવા માટે સરકાર સહમત થઈ છે. આ સિવાય મિનીમમ કમિશન પણ 30 હજાર કરવા સરકાર સહમત થઈ છે. બાયોમેટ્રિક પદ્ધતિમાં જૂની પદ્ધતિ લાગુ કરવા બાબતે સહમતિ દર્શાવવામાં આવી છે. જેમાં તકેદારી સમિતિના 2 સભ્યોના બાયોમેટ્રિક પર સરકાર સહમત થઈ છે.

જણાવી દઈએ કે, સસ્તા અનાજના દુકાનદારોની હડતાળના કારણે રાજ્યની 17 હજાર દુકાનો બંધ રખાઈ હતી. હડતાળ શરૂ થયાના માત્ર ચાર દિવસમાં જ વિભાગ દ્વારા આ ત્રીજી વાર બેઠક બોલાવવામાં આવી હતી. આ અગાઉ મંત્રી સ્તરે પણ વિતરકો સાથે બેઠક યોજાઈ હતી, પરંતુ તેમાં કોઈ નક્કર પરિણામ ન આવતા હવે ઉચ્ચ અધિકારીઓએ કમાન સંભાળી હતી.