VIDEO: વડોદરા નજીક ખાનગી કંપનીમાં ચક્કર આવ્યા બાદ ઢળી પડેલા ડ્રાયવરનું મોત, સવા માસ બાદ પરિવારને ન્યાય ન મળ્યો
VIDEO: વડોદરા શહેરની નજીક આવેલી એક ખાનગી કંપની એબીપી ઈન્ડક્શન કંપનીમાં ચાલુ ડ્યૂટી પર ચક્કર આવ્યા બાદ શાહ ટ્રાવેલ્સના ડ્રાયવરનું મોત થાય છે. આ ઘટનાને સવા મહિનો પૂર્ણ થઈ ચુક્યો હોવા છતાં પરિવારને ન્યાય નથી મળ્યો. કંપનીમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં કર્મચારીને ચક્કર આવ્યા બાદ ધરતી પર ઢળી પડે છે. અન્ય કર્મચારીઓ ડ્રાયવરને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાના બદલે વાતચીત કરે છે. પરંતુ એમ્બ્યુલન્સ નથી લાવતા.
ખાનગી કંપનીના સંચાલકો અને મેનેજમેન્ટ તરફથી ચક્કર આવેલા કર્મચારીને તાબડતોબ સારવાર મળી રહે તેવા પ્રયાસોા બદલે સફરજન, પાણી જેવું ઓફર કરવામાં આવે છે. છેવટે કર્મચારીને એમ્બ્યુલન્સના બદલે નાની ઈકો કારમાં લઈને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે જ્યાં ફરજ પરના તબીબે જણાવ્યું ઑકિસજન અપાય તે પહેલા મોત થઈ ચુક્યું હોય છે. આ ઘટનાને સવા મહિનો થઈ ગયો હોવા છતાં મૃતક ડ્રાયવરના પરિવારજનોને હજી ન્યાય નથી મળ્યો. મૃતકની પત્ની અને બે પુત્રીઓ અનાથ થઈ ચુકી છે. છતાં કંપની તરફથી હજી કોઈ પૂરતું વળતર કે કોઈ ન્યાય નથી મળ્યો.
આ કંપનીના CCTVમાં સ્પષ્ટ દેખાય છે કે જયદીપભાઈ ચાલતાં-ચાલતાં અચાનક લથડિયા ખાઈ પડી જાય છે. ત્યાર બાદ કેટલાક લોકો તેમને ઊંચકીને રૂમમાં લઈ જાય છે અને જ્યાં તેમને ચા, પાણી અને ફ્રૂટ આપી રહ્યા છે. પરિવારનો આક્ષેપ છે કે તેમને ચા-સફરજન નહીં, પણ સારવારની જરૂર હતી. સમયસર સારવાર આપવામાં ન આવતાં તેમનું મોત થયું છે.જેથી પોલીસ તંત્ર અને ખાનગી કંપની મૃતકના પરિવારને પૂરતું વળતર અને ન્યાય આપે તેવી માંગ કરી છે.

