ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, સંપત્તિ-વારસાઈમાં હવે મહિલાઓને સમાન હક

ગુજરાત સરકારે વિધાનસભામાં પાસ કરેલા UCC બિલને આખરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ મંજૂરી આપી દેતા તેણે કાયદાનો સ્વરૂપ ધારણ કર્યો છે. રાજ્યમાં UCCના કાયદાનો ગેજેટ સાથે જ અમલ શરૂ થઈ જશે. આ સાથે હવે સંપત્તિ વારસાઈમાં મહિલાઓને સમાન હક મળશે.
લગ્ન અને છૂટાછેડા અંગેના નિયમો
•ફરજિયાત નોંધણી: દરેક નાગરિક માટે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.
•દંડની જોગવાઈ: જો લગ્નની નોંધણી કરવામાં નહીં આવે, તો 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
•બહુપત્નીત્ત્વ પર કડક સજા: એકથી વધુ લગ્ન કરનાર વ્યક્તિને 4 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
•છૂટાછેડાના સમાન નિયમો: દરેક ધર્મ અને સમાજ માટે છૂટાછેડાના નિયમો એકસમાન રહેશે.
•કોર્ટની માન્યતા: કોર્ટની બહાર લેવાયેલા છૂટાછેડા અમાન્ય ગણાશે અને આવું કરનાર સજાને પાત્ર રહેશે.
લિવ-ઇન રિલેશનશિપ
•ફરજિયાત રજિસ્ટ્રેશન: લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલોએ 3 મહિનાની અંદર તેની નોંધણી કરાવવી પડશે.
•કાનૂની સુરક્ષા: આ જોગવાઈનો મુખ્ય હેતુ કાનૂની સુરક્ષા આપવાનો અને છેતરપિંડી રોકવાનો છે.

