Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gujarat govt to honour Captain Smit Mosquito who saved hundreds of lives in sky: ‘Vishisht Gujarat Garima Award’ to be given

આકાશમાં સેંકડો જિંદગીઓ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરનું બહુમાન કરશે ગુજરાત સરકાર: અપાશે ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’

Timeછેલ્લું અપડેટ : 01 Oct 2026
લાઇવ ટીવીGoogle News
આકાશમાં સેંકડો જિંદગીઓ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરનું બહુમાન કરશે ગુજરાત સરકાર: અપાશે ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’
સોર્સ : gstv

ફ્લાયદુબઈ વિમાનમાં ઉદ્ભવેલી અત્યંત કટોકટી અને સંકટભરી સ્થિતિમાં અદભુત સાહસ, ધૈર્ય અને સૂઝબૂઝ દાખવીને સેંકડો મુસાફરોના જીવ બચાવનારા જાંબાઝ પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરનું ગુજરાત સરકાર દ્વારા વિશેષ સન્માન કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ અંગેની જાહેરાત કરતાં કહ્યું કે  ઈઝરાયેલ  જઈ રહેલ ફ્લાઈટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને આજે આખી દુનિયા સલામ કરી રહી છે. હુમલાના કારણે લોહીલુહાણ હોવા છતાં તેમણે અદમ્ય સાહસ દાખવીને 174 મુસાફરોના જીવ બચાવ્યા તે અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય છે. 

App Store

મુળ ગુજરાતના આ વીર સપૂતે પોતાના શૌર્યથી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. તેમની રગોમાં વહેતી ગુજરાતી ખુમારી પર આપણને સૌને અત્યંત ગર્વ છે. તેમના આ અસાધારણ શૌર્ય અને માનવતાના કાર્યને સન્માનવા માટે રાજ્ય સરકારે તેમને પ્રતિષ્ઠિત ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી નવાજવાનો નિર્ણય લીધો છે.

મુશ્કેલ સંજોગો અને પોતે ઇજાગ્રસ્ત હોવા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે વિમાનનું અત્યંત કુશળતાપૂર્વક સુરક્ષિત લેન્ડિંગ કરાવીને જે અપ્રતિમ વીરતા દર્શાવી હતી, તેની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે. ત્યારે તેમના આ અદમ્ય સાહસ અને ફરજનિષ્ઠાને બિરદાવવા માટે રાજ્ય સરકારે આ ગૌરવપૂર્ણ સન્માન આપવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યનું ગૌરવ વધાર્યું

સંકટના સમયે કેપ્ટન સ્મિત મચ્છરે દર્શાવેલી સમયસૂચકતા અને બહાદુરીએ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશનું નામ વૈશ્વિક ફલક પર રોશન કર્યું છે.

‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’

આ પ્રતિષ્ઠિત સન્માન એવા મહાનુભાવોને એનાયત કરવામાં આવે છે જેમણે પોતાના અસાધારણ સાહસ, કાર્ય કે સેવા દ્વારા રાજ્યની ગરિમા અને અસ્મિતામાં અભિવૃદ્ધિ કરી હોય.

ગુજરાત સરકારના આ નિર્ણયને આવકારીને રાજ્યભરના નાગરિકો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને સલામ કરી તેમના પ્રત્યે આદર વ્યક્ત કર્યો છે.