Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Local government elections will be postponed

ગુજરાતમાં SIR અવરોધ બનશે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાશે

Timeછેલ્લું અપડેટ : 29 Oct 2025
લાઇવ ટીવીGoogle News
ગુજરાતમાં SIR અવરોધ બનશે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાશે
સોર્સ : gstv

રાહુલ ગાંધીએ કર્ણાટક સહિત મહારાષ્ટ્રમાં ડુપ્લિકેટ અને શંકાસ્પદ મતદારોને લઈને પુરાવા રજુ કર્યા છે, ત્યારે આ મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. હવે ચૂંટણીઓમાં બોગસ વોટિંગ ન થાય તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચે આખી કવાયત શરૂ કરી છે. ગુજરાતમાં પણ આજથી મતદારયાદીની ચકાસણીનું કામ શરૂ કરાયું છે. હાલ ગુજરાતમાં કુલ મળીને 5 કરોડ મતદાતા છે, ત્યારે પ્રથમ તબક્કામાં બુથ લેવલ ઓફિસરો ઘેર ઘેર જઈને મતદારોની ઓળખ કરશે.

App Store

ગુજરાતમાં પણ કોંગ્રેસ 62લાખ મતદારો શંકાસ્પદ હોવાનો આક્ષેપ કર્યો

50963 બુથ લેવલ અધિકારીઓ મતદાોરના વેરિફિકેશન કરવાની કામગીરી સુપરત કરાઈ છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ 62લાખ મતદારો શંકાસ્પદ હોવાનો આક્ષેપ કર્યો છે, ત્યારે રાજ્ય ચૂંટણી પંચ આ પ્રક્રિયાના માધ્યમથી ડુપ્લિકેટ મતદાર તથખા મૃતકના નામ મતદાર યાદીમાંથી દૂર કરશે. તા4નવે4 ડિસેમ્બર સુધી મતદાર યાદીના પ્રત્યેક મતદારની ઓળખ કરાશે. 9 ડિસેમ્બરે હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ જ નથી

જેમાં જે મતદારોના નામ કમી થખયા હશે તેમને નોટીસ પાઠવી વાંધા સાથે દસ્તાવેજ રજુકરાવ તક આપવામાં આવશે. 7 ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં કેટલાં ડુપ્લિકેટ-શંકાસ્પદ મતદારો હતાં તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હજુ તો નવા જિલ્લા પંચાયત વોર્ડમાં સિંમાકન બાકી છે. આ જોતાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ જ નથી. ચૂંટણીઓ પાછી ઠેલાય તેમ લાગી રહ્યું છે. પંચાયત અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ એપ્રિલ-મે માસમાં યોજાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

મતદાર યાદીની ઓળખ: 4 નવે.થી 4 ડિસેમ્બર

તા.4 નવે.થી 4 ડિસેમ્બર સુધી મતદાર યાદીના પ્રત્યેક મતદારની ઓળખ કરાશે. તા.9 ડિસેમ્બરે હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે, જેમાં જે મતદારોના નામ કમી થયા હશે તેમને નોટીસ પાઠવી વાંધા સાથે દસ્તાવેજ સાથે રજુઆત કરવા તક આપવામાં આવશે. 7મી ફેબ્રુઆરીએ આખરી મતદારયાદી જાહેર કરાશે. ત્યાર બાદ ગુજરાતમાં કેટલાં ડુપ્લીકેટ-શંકાસ્પદ મતદારો હતાં તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હજુ તો નવા જીલ્લા પંચાયતમાં વોર્ડ સિમાંકન પણ બાકી છે. આ જોતાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય તેવી શક્યતા જ નથી. ચૂંટણીઓ પાછી ઠેલાય તેમ લાગી રહ્યું છે. પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ એપ્રિલ-મે માસમાં યોજાય તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.