Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Local citizen files police complaint against BJP leader

ઉમરેઠના ઉમેદવાર પર મિલકતો છુપાવવાનો આરોપ, સ્થાનિક નાગરિકે પોલીસમાં ભાજપના નેતા વિરુદ્ધ દાખલ કરી ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 12 Apr 2026
લાઇવ ટીવીGoogle News
ઉમરેઠના ઉમેદવાર પર મિલકતો છુપાવવાનો આરોપ,  સ્થાનિક નાગરિકે પોલીસમાં ભાજપના નેતા વિરુદ્ધ દાખલ કરી ફરિયાદ
સોર્સ : gstv

 આગામી 23મી એપ્રિલના રોજ યોજાનાર ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્વે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે પોતાના ચૂંટણી સોગંદનામામાં સ્થાવર મિલકતોની વિગતો છુપાવી હોવાના ગંભીર આક્ષેપ સાથે સ્થાનિક નાગરિકે ઉમરેઠ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી ફરિયાદ નોંધાવવાની માંગ કરતા ખળભળાટ મચી ગયો છે. ચૂંટણી અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા હવે આ મામલો કાયદાકીય લડત તરફ વળ્યો છે.

App Store

ઉમેદવારી ફોર્મ રદ કરવાની માંગ

ચોથીથી એપ્રિલના રોજ મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપ ઉમેદવાર હર્ષદભાઈ પરમારે પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું. આ ફોર્મની ચકાસણી દરમિયાન ચિખોદરાના નાગરિક વિજયકુમાર મકવાણાએ પુરાવા સાથે વાંધો ઉઠાવ્યો હતો કે ઉમેદવારે સોગંદનામાના ફોર્મ નં. 26માં પોતાની તમામ મિલકતો દર્શાવી નથી. આક્ષેપ મુજબ, હર્ષદ પરમારે માત્ર બેડવા ગામની બે મિલકતો દર્શાવી છે, જ્યારે ચિખોદરા અને અડાસ ગામમાં આવેલી તેમની અન્ય મિલકતોની વિગતો છુપાવી છે.