Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Kalol Police's big action: 2 people from Ahmedabad arrested for dealing in ganja with new modus operandi

કલોલ પોલીસની મોટી કાર્યવાહી: નવી મોડસ ઓપરેન્ડીથી ગાંજાની હેરાફેરી કરતા અમદાવાદના 2 શખ્સો ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
કલોલ પોલીસની મોટી કાર્યવાહી: નવી મોડસ ઓપરેન્ડીથી ગાંજાની હેરાફેરી કરતા અમદાવાદના 2 શખ્સો ઝડપાયા
સોર્સ : gstv

રાજ્યમાં ડ્રગ્સ અને માદક પદાર્થોના દૂષણને નાબૂદ કરવા માટે પોલીસ ભલે સક્રિય બની હોય, પરંતુ નશાના કારોબારીઓ દરરોજ પોલીસને પડકાર ફેંકવા માટે નવી-નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. સામાન્ય રીતે મોટા વાહનોમાં કે ફોર-વ્હીલરમાં નશાકારક પદાર્થોની હેરફેર થતી હોય છે, પરંતુ હવે પોલીસ ચેકિંગ અને નાકાબંધીથી બચવા માટે પેડલરો દ્વારા ટૂ-વ્હીલર પર જ જથ્થાબંધ માદક પદાર્થોની હેરફેર કરવાનું નવું નેટવર્ક સામે આવ્યું છે.

App Store

કલોલ તાલુકા પોલીસે ધેધુ ચોકડીથી બાલવા તરફ જતા રોડ પર ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને બાઈક પર ગાંજાની હેરાફેરી કરતા અમદાવાદના બે સાગરીતોને 4.39 લાખ રૂપિયાથી વધુના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.

ગામડાંના આંતરિક રસ્તા અને બાઇકનો ઉપયોગ

નશાના નેટવર્કમાં સામેલ ગુનેગારોએ પોલીસની નજરમાંથી બચવા માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. તે હાઇવે કે મુખ્ય માર્ગોના બદલે બાઈકનો ઉપયોગ કરીને ગામડાંઓ અને ક્લસ્ટર વિસ્તારોના આંતરિક રસ્તાઓ પરથી પસાર થાય છે, જેથી કોઈને શંકા ન જાય. આ કેસમાં પણ પકડાયેલા આરોપીઓ સામાન્ય મુસાફરોની જેમ કપડાં પહેરીને બાઇક પર નીકળ્યા હતા. તેઓ બાઈક પર પ્લાસ્ટિકના કન્ટેનર અને થેલામાં 5.060 કિલોગ્રામ જેટલો ગાંજો છુપાવીને કલોલ તરફ જઈ રહ્યા હતા, પરંતુ પોલીસની સતર્કતાના કારણે આ આખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો હતો.

કલોલ તાલુકા પોલીસે અમદાવાદના નીરજ પંચાલ અને બન્ટી નાયીને કોર્ડન કરીને આંતરી લીધા બાદ તેની તલાશી લીધી હતી. જેમાં તેમની પાસેથી 2,53,000 રૂપિયાની કિંમતનો 5.060 કિલોગ્રામ ગેરકાયદે ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ગાંજો, બાઇક અને અન્ય સામગ્રી મળી કુલ 4,39,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એન.ડી.પી.એસ (NDPS) એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ નેટવર્કના તાર અન્ય મોટા બુટલેગરો સાથે જોડાયેલા છે. આ ગુનામાં અંકિત અં પટેલ અને નરપતસિંહ બારડ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યા છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

આ પ્રકારની નવી મોડસ ઓપરેન્ડી પોલીસ માટે પડકારજનક અને સમાજ માટે ચિંતાજનક છે. સ્થાનિક સ્તરે ડિલિવરી આપવા નીકળેલા નાના પેડલરો તો પકડાઈ જાય છે, પરંતુ નશાનો મુખ્ય જથ્થો સપ્લાય કરનારા આ મુખ્ય સૂત્રધારો પડદા પાછળ રહીને યુવાધનને બરબાદ કરવાનું નેટવર્ક ચલાવતા રહે છે. હાલ પોલીસ આ વોન્ટેડ આરોપીઓને પકડવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.