Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Kalol ONGC plant suddenly caught fire early in the morning, billowing smoke

કલોલ ONGC પ્લાન્ટમાં વહેલી સવારે અચાનક વિકરાળ આગ, ધુમાડાના ગોટેગોટા ઉડ્યા

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
કલોલ ONGC પ્લાન્ટમાં વહેલી સવારે અચાનક વિકરાળ આગ, ધુમાડાના ગોટેગોટા ઉડ્યા
સોર્સ : gstv

ગાંધીનગરના કલોલ-માણસા હાઈવે પર આવેલા ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના પ્લાન્ટમાં ગુરૂવારે (13મી ઓગસ્ટ) વહેલી સવારે અચાનક ભીષણ આગ લાગી હતી. પ્લાન્ટમાં જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે જોતજોતામાં અગનજ્વાળાઓ વિકરાળ બની હતી અને કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊડતા જોવા મળ્યા હતા. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

App Store

ફાયર ફાઈટરોની ટીમોએ પાણી-ફોમનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી

બનાવની ગંભીરતાને ધ્યાને લઈને કલોલ અને ગાંધીનગરથી ફાયર વિભાગનો કાફલો ત્વરિત ઘટનાસ્થળે દોડી ગયો હતો. જવાનોએ સતત પાણી અને ફોમનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. સુરક્ષાના આગોતરા પગલારૂપે પ્લાન્ટ આસપાસનો વિસ્તાર તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો અને કલોલ-માણસા હાઈવે પરના વાહનવ્યવહારને થોડા સમય માટે અન્ય રસ્તે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ ONGCના ઉચ્ચ અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ અથવા ગેસ લીકેજના કારણે આ આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.