VIDEO : નીતિન પટેલ કલોલમાં ટ્રાફિકમાં દોઢ કલાક સુધી ફસાયા
સોર્સ : Gstv
સામાન્ય નાગરિકો દરરોજ અનેક જગ્યાએ ટ્રાફિકમાં ફસાતા હોય છે. અને ઓફિસ કે અન્ય સ્થળે જવા-આવવામાં મોડું પણ થતું હોય છે. એવી જ રીતે ગુજરાતના ટોચના એક નેતા પણ ટ્રફિકમાં એવા ફસાયા કે તો આકૂળવ્યાકૂળ થઈ ગયા. વાત છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની.... નીતિન પટેલ કલોલમાં પાંચ-પંદર મિનટ નહીં.. પણ દોઢ કલાક સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા. આ ટ્રાફિક કંટ્રોલ માટે કોઈ પોલીસ કે અધિકારીઓ હાજર ન દેખાતા નીતિન પટેલ લાલઘૂમ થયા. પોલીસ સ્ટેશનમાં કોઈ અધિકારી ફરક્યા નહીં. DYSP, PI જેવા અધિકારીઓ ગાયબ રહેલા નેતાજી ઉકળી ઉઠ્યા. અને પોલીસની કામગીરી પર બળાપો કાઢ્યો. અને અધિકારીઓ ખખડાવ્યા.

