Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gujarat Rain Forecast: Heavy rains in Gujarat for the next 6 days, alert issued for heavy rains in the districts of South and North Gujarat

Gujarat Rain Forecast: ગુજરાતમાં આવતા 6 દિવસ ભારે, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદનું અપાયું એલર્ટ 

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Gujarat Rain Forecast: ગુજરાતમાં આવતા 6 દિવસ ભારે, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદનું અપાયું એલર્ટ 
સોર્સ : GSTV

Gujarat Rain Forecast: દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે શનિવારે(30 ઑગસ્ટ) 95થી વધુ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. તેવામાં હવામાન વિભાગે હજુ 6 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યું છે. 

App Store

સાબરકાંઠા-બનાસકાંઠામાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગના Nowcast મુજબ, આજે શનિવારની સાંજે 7 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે રાત્રે 10 વાગ્યા સુધીમાં સાબરકાંઠા અને બનાસકાંઠામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય 27 જિલ્લામાં ભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગ મુજબ, આવતીકાલે રવિવારે (31 ઑગસ્ટ) 19 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 

1-2 સપ્ટેમ્બરની આગાહી
આગામી 1-2 સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ 
જાહેર કર્યું છે. 
 
3 સપ્ટેમ્બરની આગાહી
3 સપ્ટેમ્બરે છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

4 સપ્ટેમ્બરની આગાહી
4 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં તાપી અને ડાંગ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, નવસારી અને વલલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

5 સપ્ટેમ્બરની આગાહી
5 સપ્ટેમ્બરે રાજ્યના 19 જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરુચ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, ખેડા, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની 
આગાહી છે.