VIDEO BRAKING : ગુજરાત પોલીસના ‘ઓપરેશન ડેલ્ટા હંટ’, ગેરકાયદેસર રીતે રહેતા 501 બાંગ્લાદેશી ઝડપાયા
સોર્સ : GSTV
ગુજરાત પોલીસના ‘ઓપરેશન ડેલ્ટા હંટ’ અંતર્ગત ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે રાજ્યવ્યાપી કાર્યવાહી તેજ બની છે. ડેપ્યુટી સીએમની સૂચના બાદ શરૂ કરાયેલા અભિયાનમાં અત્યાર સુધી 501 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઝડપાયા છે. અમદાવાદમાં સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG, EOW અને સાઇબર ક્રાઇમની 30થી વધુ ટીમોએ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. 300 શંકાસ્પદ લોકોને પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા, જેમાંથી 192 બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. મોબાઇલ એનાલિસિસમાં બાંગ્લાદેશ સાથે સંપર્ક હોવાના પુરાવા મળ્યા છે. એજન્ટો, નકલી દસ્તાવેજો અને ઘૂસણખોરીના સમગ્ર નેટવર્કની તપાસ હાલ ચાલુ છે.

