Gujarat news: ભાજપે અમદાવાદ જિલ્લાની 9 તાલુકા પંચાયત અને 72 નગર પાલિકા માટે ઉમેદવાર જાહેર કર્યા, જુઓ યાદી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેર કરવાનું શરૂ કર્યું છે. આજે 10 એપ્રિલે ભાજપે બીજી યાદી જાહેર કરી હતી જેમાં અમદાવાદ જિલ્લાના વિરમગામ અને ધોળકા નગરપાલિકાના 72 ઉમેદવારો તો બીજી બાજુ વિરમગામ, ધોલેરા, બાવળા, માંડલ, ધંધુકા, ધોળકા, દસક્રોઈ, દેત્રોજ અને સાણંદ તાલુકા પંચાયત માટે પણ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે.
અગાઉ સુરેન્દ્રનગર, અરવલ્લી, વડોદરા, વાવ-થરાદ જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.
તાલુકા પંચાયતમાં 3 તો નગરપાલિકામાં 9 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ
આ વખતે યાદીમાં ચોંકાવનારું એ રહ્યું કે ભાજપે અમદાવાદ જિલ્લાની 9 તાલુકા પંચાયતમાં 3 લઘુમતી ઉમેદવારને ટિકિટ આપી છે. જેમાં સાણંદના વિરોચનનગર બેઠક પર સમસુદ્દીન પઠાણ, ધંધૂકાના બાજરડામાં તૌફીક ઉમડીયા અને વિરમગામ તાલુકા પંચાયતમાં કયામુદ્દીન સિદાનીને ઉમેદવાર બનાવાયા છે. બીજી બાજુ 3 નગરપાલિકામાં 9 મુસ્લિમોને ટિકિટ અપાઈ છે. જેમાં વિરમગામમાં 2, ધોળકામાં 6 અને બારેજામાં 1 મુસ્લિમને ઉમેદવાર જાહેર કરાયા છે.

