Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Give 10% relaxation to ST/SC category candidates in government recruitment- Jashubhai Rathwa

સરકારી ભરતીમાં ST/SC કેટેગરીના ઉમેદવારોને 10% છૂટછાટ આપો, ભાજપ સાંસદે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Timeછેલ્લું અપડેટ : 06 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સરકારી ભરતીમાં ST/SC કેટેગરીના ઉમેદવારોને 10% છૂટછાટ આપો, ભાજપ સાંસદે મુખ્યમંત્રીને લખ્યો પત્ર
સોર્સ : gstv

ભારતીય જનતા પાર્ટીના જ સાંસદ સભ્ય જશુભાઈ રાઠવાએ ગુજરાતના મુખ્યમંત્રીને લેખિત પત્ર આપીને સરકારી વર્ગ-3ની ભરતીમાં ST/SC કેટેગરીના ઉમેદવારો માટે લાયકાત ગુણ ઘટાડવાની માગણી કરી છે. ગુજરાત સરકારને નિયમમાં સુધારો કરીને ST/SC માટે લાયકાત 40%થી ઘટાડીને 30% કરવામાં આવે એવી રજૂઆત કરી છે. 

App Store

10% ની છૂટછાટની માંગ

જશુભાઇએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ઉદ્દેશીને લેખેલ પત્રમાં વર્ગ-3ની તમામ ભારતીઓમાં અનુચ્છેદ 335ની જોગવાઈનો ઉપયોગ કરી ST/SC કેટેગરીનાં ઉમેદવારો માટે લાયકાત ધોરણ 40% માં 10%ની છૂટછાટ આપવા બાબત રજૂઆત કરી છે. 

પત્ર લખી કરી રજૂઆત

તેમણે લખ્યું છે કે, હાલમાં પોલીસ ભરતીનું જે પરિણામ આવ્યું છે તેમાં, તેમજ વર્ગ-3ની અન્ય તમામ ભરતીઓમાં અનુચ્છેદ 335ની જોગવાઈનો ઉપયોગ કરી ST/SC કેટેગરીના ઉમેદવારો માટે લાયકાત ધોરણમાં ભારત સરકારનું ભરતી બોર્ડ SSC જેવી મહત્ત્વની પરીક્ષાઓ જેમકે SSC CHSL અને CGI વગેરેની પરીક્ષામાં જનરલ માટે મિનિમમ માર્ક્સ 30% છે. આ સિવાય EWS અને OBC માટે 5%ની છૂટછાટ આપી 25% કરવામાં આવી છે. જેથી ગુજરાત સરકાર દ્વારા પણ ભારત સરકારની જેમ પોલીસ કોન્સ્ટેબલ, CCE માં તેમજ આવનાર રેવન્યુ તલાટી તેમજ વર્ગ-3ની અન્ય તમામ ભરતીઓ ST/SC કેટેગરીના ઉમેદવારોને 10% છૂટછાટ આપવામાં આવે એવી ખાસ ભલામણ કરી છે. 
 
જશુભાઈ રાઠવા દ્વારા મુખ્યમંત્રીને પત્ર દ્વારા SC/ST ઉમેદવારોના હિત માટે સરકાર સમક્ષ મહત્ત્વની માંગણી કરવામાં આવી છે, જે આગામી સમયમાં રાજ્યના હજારોથી વધુ વિદ્યાર્થીઓને લાભ પહોંચાડી શકે છે.