Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gang involved in cyber slavery of Gujaratis in Myanmar exposed

Gandhinagar news: ગુજરાતીઓ પાસેથી મ્યાનમારમાં સાયબર સ્લેવરી કરાવતી ગેંગનો પર્દાફાશ, પોરબંદરનો શખ્સ દબોચાયો

Timeછેલ્લું અપડેટ : 05 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Gandhinagar news: ગુજરાતીઓ પાસેથી મ્યાનમારમાં સાયબર સ્લેવરી કરાવતી ગેંગનો પર્દાફાશ, પોરબંદરનો શખ્સ દબોચાયો
સોર્સ : GSTV

ગુજરાતી અને ભારતીયોને થાઈલેન્ડના માર્ગે ગેરકાયદેસર મ્યાનમાર લઈ જઈ સાયબર સ્લેવરી કરાવતી એક ગેંગનો પર્દાફાશ ગુજરાત સાયબર સેન્ટર ફોર એક્સેલેન્સ દ્વારા કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે પોરબંદરના હિતેશ સોમૈયા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી દોઢ વર્ષ બાદ ભારત આવ્યો હોવાનું જણાય છે. 

App Store

ગુજરાતીઓને થાઇલેન્ડના માર્ગે ગેરકાયદે મ્યાનમાર લઈ જતી ગેંગ ઝડપાઈ

સાયબર ક્રાઇમ સેલના SP ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ભારતીયોને થાઇલેન્ડમાં લઈ જવામાં આવતા હતા, ત્યાંથી ગેરકાયદેસર મોઈ નદી ક્રોસ કરાવતા હતા અને ત્યાં જઈને સાયબર ફોડના કામ કરાવતા હતા. જેમાં મ્યાનમારમાં આરોપીઓ એક ઓફિસ ચલાવીને ભારતીય લોકોને ગુલામ બનાવવામાં આવતા હતા.

SPએ શું કહ્યું?

SPએ વધુમાં જણાવ્યું કે, આરોપીએ અને અન્ય પરત આવેલા લોકોએ કહ્યું કે થાઇલેન્ડમાં ચાઇનીઝ ડ્રાઇવર લેવા જતો, આ દરમિાયન એમને નદીના રસ્તે પૂછવામાં આવતું કે નોકરી કરશો કે ભારત પરત ફરશો. સમગ્ર રેકેટમાં અલગ-અલગ યુનિટ બનાવવામાં આવતા હતા. જેમાં ભારતીય લોકો દ્વારા એમના ટાર્ગેટ પ્રમાણે કામ કરાવવામાં આવતું હતું. 

AIનો વીડિયો બનાવીને ક્રિપ્ટોમાં ઈન્વેસ્ટમેન્ટ કરાવતા

 સલૂન, સ્પા, કેસિનોમાં પૈસાદાર લોકોને જાણીને તેમને ટાર્ગેટ કરતા હતા. તેઓ AI નો ઉપયોગ કરીને વીડિયો બનાવી હતા. પછી ફેસબુક દ્વારા સંપર્ક કરીને લોકોને વિશ્વાસમાં લેતા હતા અને ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવતા હતા. આ લોકોએ પોર્ટલનું અલ્ગોરિથમ સેટ કર્યું હતું અને છેતરપિંડી કરતા હતા. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ટુરિસ્ટ વિઝા પર જતાં લોકો જો 21 દિવસ કે મહિનામાં પરત ન આવે તો એમનું ફોલોઅપ લેવાની સલાહ આપવામાં આવી હતી.