Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gandhinagar news: 123 dams on high alert due to widespread rains in the state, Narmada dam is 92 percent full, see the condition of other reservoirs

Gandhinagar news: રાજ્ય સાર્વત્રિક વરસાદથી 123 ડેમ હાઈ એલર્ટ, નર્મદા ડેમ 92 ટકા ભરાઈ ગયો, જુઓ અન્ય જળાશયોની સ્થિતિ

Timeછેલ્લું અપડેટ : 06 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Gandhinagar news: રાજ્ય સાર્વત્રિક વરસાદથી 123 ડેમ હાઈ એલર્ટ, નર્મદા ડેમ 92 ટકા ભરાઈ ગયો, જુઓ અન્ય જળાશયોની સ્થિતિ
સોર્સ : GSTV

Gandhinagar news: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી અતિભારે વરસાદી માહોલ છે. રાજ્યમાં આજે શનિવારે (6 સપ્ટેમ્બર) સાંજે પાંચ વાગ્યા સુધીમાં સિઝનનો કુલ સરેરાશ 98.85 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 105 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે ધોધમાર વરસાદના કારણે રાજ્યના 123 ડેમ હાઈ એલર્ટ પર છે.

App Store

198 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે શનિવારે સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 6.61 ઇંચ, બોટાદમાં 3.50 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેવામાં  સરદાર સરોવર નર્મદા ડેમ 92 ટકા જેટલો ભરાયો છે.

123 ડેમ હાઈ એલર્ટ
ગુજરાતના 206 ડેમમાંથી 123 ડેમ હાઈ એલર્ટ, 21 એલર્ટ અને 11 ડેમને લઈને વોર્નિંગ જાહેર કરી છે. જેમાં 88 જેટલાં ડેમ 100 ટકા ભરાયા છે. 

ગુજરાતમાં મેઘમહેર: 123 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમ 92 ટકા ભરાયો, જુઓ રાજ્યના અન્ય ડેમની સ્થિતિ 2 - image

ગુજરાતમાં મેઘમહેર: 123 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમ 92 ટકા ભરાયો, જુઓ રાજ્યના અન્ય ડેમની સ્થિતિ 3 - image

ગુજરાતમાં મેઘમહેર: 123 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમ 92 ટકા ભરાયો, જુઓ રાજ્યના અન્ય ડેમની સ્થિતિ 4 - image